ગળપાદરમાં જુગાર રમતા 8 જુગારીઓને પોલીસે ઝડપ્યા

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગળપાદર ગામ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગળપાદર ગામના છેવાડે સાંગનદી પાસે ખુલ્લા તટમાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો  જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 8 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે 8 આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 13430 તથા 6 મોબાઈલ ફોન કિ.રૂ.40,000 , 6 મોટર સાઈકલ કિ.રૂ.190,000 મળી કુલ કિ.રૂ.2,43,430નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુધાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. દેવેન્દ્રભાઈ દેવીદાસભાઈ કાપડી ઉ.વ.45 રહે. રામદેવપીર મંદિર પાસે ગળપાદર
  2. કપિલભાઈ હરિલાલ કાપડી ઉવ.39 રહે, સહારા નગર ગળપાદર
  3. ગાંગજીભાઈ ગોવિંદભાઈ વીરડા ઉ.વ.45 રહે, ભુમી રેસિદનસી મ નં.76 ગળપાદર ગાંધીધામ
  4. શામજીભાઈ જીવાભાઈ ડાંગર ઉ.વ.55 રહે, રામ મંદિર પાસે ગળપાદર
  5. તુલશીભાઈ બહાદુરભાઈ પરસોડા ઉ.વ.35 રહે, કૈલાસનગર ઝૂપડા ગળપાદર
  6. ગોવિંદભાઈ માધાભાઈ પ્રજાપતિ ઉ.વ.51 રહે, કૈલાસનગર ઝૂપડા ગળપાદર  
  7. ઈશાબ અયુબ હોથી ઉ.વ.55 રહે, નાગેશ્વરી સોસાયટી ગળપાદર
  8. રામદેવસિંહ વેલુભા જાડેજા ઉ.વ.43 રહે, રામ મંદિર પાસે ગળપાદર ગાંધીધામ