રતનાલની સીમમાં ધાણીપાસા વડે જુગાર રમતા આઠ આરોપીઓ ઝડપાયા
અંજાર તાલુકાના રતનાલ ગામની સીમમાં પોલીસે દરોડો પાડીને જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડયા હતા, પરંતુ એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 2,24,450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અંજાર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર તાલુકાના રતનાલથી મોડસર ગામ તરફના રોડ પર બાવળોની ઝાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. બાદ જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા આઠ શખ્સની અટકાયત કરાઈ હતી, પરંતુ એક આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1,18,450 તથા 5 મોબાઈલ ફોન કિ.રૂ.16,000 તથા 3 મોટર સાઈકલ 90,000 મળી કુલ કિ.રૂ.2,24,450 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ:
- કિશોર લીલા ઈસરાણી રહે. ગાંધીધામ,
- મહેશ રણછોડ આહીર રહે. વથાણચોક,
- રતનાલ, કાના તેજા આહીર રહે. મોખાણા તા. અંજાર,
- મકબુલ અબ્દુલા સુમરા રહે. બકાલી કોલોની, ભુજ,
- મેહબુદ સતાદ બાયડ રહે. સંજોગનગર, ભુજ,
- કિશોર પોપટભાઈ સોલંકી રહે. બારવાળી, આદિપુર,
- હિરેન શાંતિલાલ ગોર રહે. પંકજનગર, ભુજ
- શંભુ મજાભાઈ આહીર રહે. મ્યાત્રા ફળિયું, અંતરજાળ
ફરાર આરોપી:
- નંદલાલ ભીમાભાઈ માતા ગામ,રતનાલ, અંજાર