મોટી ખાવડી ગામ માંથી ડીગ્રી વગરના ડોકટરને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. પોલીસ
જામનગરના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સા.નાઓની સુચના તથા એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સપેકટર શ્રી બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સટેબલ મયુદીનભાઈ સૈયદ તથા અરજણભાઇ કોડીયાતર તથા ચંન્દ્રસિંહ જાડેજા ને બાતમી મળેલ કે, મોટી ખાવડી ગામ તા.લાલપુર જી.જામનગર માં દિપક શાહ નામનો ઈસમ મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દી ઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કબ્જામાંથી સ્ટેથો સ્કોપ તથા બી.પી. માપવાનુ તથા ઈન્જેકશન તથા અલગ અલગ કંપની ઓની દવા મળી કુલ કી.રૂ.૧૬૬૨/- ના મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધ એ ગુજરાત મેડકીલ પ્રેક્ટીશનર્સ એકટ હેઠળ મેધપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આસી. સબ ઈન્સ્પેકટર શ્રી ચંન્દ્રસિંહ જાડેજા કાયદેસર કાર્યવાહી કરેલ છે. મજકુર ઇસમએ બી.કોમ સુધીનો અભ્યાસ કરેલ છે.