નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન પલાસવા ગામમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ભુજ તથા ગેરકાયદેસર પ્રોહિ/જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપી પ્રોહિબિશન ડ્રાઈવનુ આયોજન કરેલ હોઈ.જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઈ.થી જે.બી.બુંબડીયા સાહેબ, રાપર સર્કલ રાપર નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ ફરજમાં હતા. તે દરમ્યાન પો.સ.ઇ. બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે પલાસવા ગામમાં 1-20 કાર રજી.નં. GJ-12-EE-1605 વાળામા ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા ત્રણેય ઇસમોને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી ત્રણેય ઈસમો વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
– કબજે કરેલ મુદ્દામાલ :-
રોયલ ક્લાસીડ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ના ટ્રેટા ફોર રોલ ઈન રાજસ્થાન બોટલ નં 402 કિંમત રૂપિયા ૪૦,૨૦૦/-
કિંગફિશર સ્ટ્રોંગ બિયર ૫૦૦ એમ.એલ.ના ટીન ફોર સેલ ઈન રાજસ્થાન બોટલ નંગ ૧૧૮ કી રૂ ૧૬,૮૦૦/-
મોબાઈલ ફોન નંગ-૦૧ ૫,૦૦૦/-
એક I-20 કાર ૨૭ નં. GJ-12-EE-1605 કિ રૂ.8,00,000/-
કુલ મુદામાલ મળી કિ.રૂ. 4, 62,000
આરોપીઓ:
(૧) નરેન્દ્રભાઈ ગણેશભાઈ રજપુત,રહે.પલાસવા,તા.રાપર
(૨) જગ્ગીશભાઈ ગણેશભાઈ રજપુત,રહે.પલાસવા,તા.રાપર
(3) ગણેશભાઈ ભવાનભાઈ રજપુત,રહે.પલાસવા,તા.રાપર કાગીરી કરનાર અધિ/કર્મચારી આ કામગીરી પો.સ.ઈ. બી.જી.રાવલ તથા પો.હેડ.ડોન્સ.સંજયકુમાર અણદાભાઈ તથા ગાંડાભાઈ અણદાભાઈ તથા પો.કોન્સ.મુકેશજી બાબુજી તથા જ્યંતિભાઈ જીવાભાઈ વિગેરે નાઓએ કરેલ