ખાવડા રોડ પર વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
ભુજ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ડોલર હોટલ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધી નગરીમાં રહેતો ઈબ્રાહીમ ઉર્ફે જયસુર્યા હુસેન શેખ નામનો શખ્સ ખાવડા રોડ ઉપર આવેલ સાહિલ દૂધ કેન્દ્રની બાજુમાં આવેલ રાજા ટી હાઉસ નામની ચાની હોટલ પાસે જાહેરમાં લોકો પાસેથી રૂપિયા લઈ વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી આરોપી ઈબ્રાહીમ ઉર્ફે જયસુર્યા હુસેન શેખને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.5650 એક ડાયરી તથા પેન તેમજ મોબાઈલ ફોન કિ.રૂ.500 મળી કુલ કિ.રૂ.6150નો મુદ્દમાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.