સામખીયાળી આંબલીયારા રોડ પર બંદૂક વડે શિકાર કરવા નીકળેલ આરોપીને પોલીસે ઝડપ્યો

copy image

દેશી બંદૂક વડે લલિયાણા સીમમાં શિકાર કરવા જઈ રહેલા શખ્સને સામખીયાળી પોલીસે ઝડપી પાડ્યો હતો. સામખીયાળી પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે સામખીયાળી આંબલીયારા રોડ પર વોચમાં ગોઠવાયેલ હતા. તે દરમિયાન આંબલીયારા ગામ તરફથી આવી રહેલ બાઈકને ઊભું રખાવી આરોપી સવજી હોથી કોલીને દેશી બંદૂક સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી પાસ પરવાના વગરની બંદૂક કિ.રૂ.5000 તથા દારૂ ગોળો તેમજ GJ-12-EP-8482 બાઈક મળી કુલ કિ.રૂ. 55,000નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી:

  1. સવજી હોથી કોલી ઉ.વ.23  રહે, શિકારપુર તા. ભચાઉ