લીલાશાહ કુટિયા ફાટક પાસે કારમાં આગ ભભૂકી ઉઠી

ગાંધીધામ – આદિપુરનાં આવન – જાવન માટે બહુ ઉપયોગમાં આવી રહેલા લીલાશાહ ફાટક લોકોનાં માથાનાં દુઃખાવા સમાન બની ગયો છે . અહીંથી હજારોની સંખ્યામાં લોકોનું આવન – જાવન થાય છે . જે વારંવાર બંધ રહેતું હોવાથી લોકોને પારાવાર સમસ્યાઓની સામનો કરવો પડતો હોય છે . તેવામાં ગત સાંજે લોકોને વધુ એક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો . ફાટકની નજીક જ એક બેલેનો કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી . આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડનાં જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો . જો કે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયુ ન હતુ આ આગની ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચી હતી પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું .

તો આગ લાગતા લોકો 1 કલાક સુધી ટ્રાફિકમાં અટવાયા હતા તો આગ લાગતા ફાયર ફાયટર, એમ્બ્યુલનસ, પોલીસ સહિતના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા તો ફાટક પરથી ટ્રેન પસાર થઇ ત્યારે લોકો ફાટકની અંદર અટવાયેલા જોવા મળ્યા હતા.