સેના શરૂ કરશે ડ્રોન ચેક કરતી લેબ !

ભારતીય સેના ટૂંક સમયમાં દેશભરમાં છ આશ્વસ્ત લેબ ખોલવા જઈ રહી છે. આ લેબમાં સેનાની તમામ ડ્રોન તપાસ કરવામાં આવશે અને બાદમાં સીસીટીવી કેમેરાની પણ જરૂરી તપાસ કરવામાં આવશે. જેમાં ફર્મવેર લેવલની કમીઓની જાણકારી મેળવીને ઠીક કરવામાં આવશે. વધુમાં લેબમાં સુનિશ્ચિત કરવામાં આવશે કે ઓપરેશન દરમિયાન ડ્રોન ખરાબ ન થાય અને પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે. વર્તમાન સમયે દિલ્હીમાં એક લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આગામી  સમયમાં વધુ પાંચ લેબ બનાવવામાં આવશે. આશ્વસ્તનું પુરૂ નામ એસેસમેન્ટ એન્ડ એનાલિસિસ ઓફ ઈલેકટ્રોનિક સિસ્ટમ હાર્ડવેર ફોર વલ્નરબિલીટીઝ એન્ડ સિક્યોરિટી થ્રેટ્સ છે. ક્વીકપે પ્રાઈવેટ લિમિટેડ ડીજી ઈએમઈ માટે આશ્વસ્ત નામનું એક ફર્મવેર એનાલિસિસ અને વેલિડેશન સ્યૂટ બનાવ્યું છે. જેની ડિઝાઈન ડ્રોનની ફિઝિકલ તપાસથી પણ વધુ કામ કરાવવા માટે થઈ છે. આ ડ્રોન ચલાવતા સોફ્ટવેરની પણ તપાસ કરે છે. જેથી ફર્મવેર લેવલની કમીને શોધીને તેને દૂર કરી શકાય.