જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ   

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ- ભુજ તથા શ્રી પોલીરા અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ-ગાંધીધામ નાઓની સુચના અન્વયે ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી.રાગોર સાહેબ અંજાર વિભાગ-અંજાર નાઓ ધ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ સુચનાઓ આપેલ હોઇ જે અન્વયે પ્રો. નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ રેણુકા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.ડી.ચૌધરી સાહેબ નાઓની સુચનાથી ગાંધીધામ બી ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કાર્ગો રામદેવનગર ઝુંપડા વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમતા પાંચ ઈસમો  પ્રવિણભાઈ મેરાભાઈ દાફડા, અશોકભાઈ મફાભાઈ મકવાણા, અયુબ સીધીડ કુંભાર, રાજુભાઈ શંકરભાઈ પરમારઅને હિરાભાઈ અરજણભાઇ રબારીને  પકડી  જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 19,300 કબ્જે કરવામાં આવ્યા છે. કામગીરી પોલીસ ઈન્સપેક્ટર શ્રી એમ.ડી.ચૌધરી સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.