ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે 10 પત્તાપ્રેમીઓને પાંજરે પૂર્યા: 3,78,400નો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા 10 જુગારીઓને પકડી પાડી 3,78,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ભારતનગર આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ભારતનગર સરસ્વતી સ્કૂલની બાજુમાં ખુલ્લામાં અમુક શખ્સો ગંજીપાના વડે તીન પત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.3,12,700, 8 મોબાઈલ ફોન કિ.રૂ.65,700 મળી કુલ કિ.રૂ.3,78,400નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પો.સબ ઇન્સ.આર.સી. રામાનુજ તથા પો.હેડ.કોન્સ.હિરેનભાઈ ક્લ્યાણજી તથા નરસિંહભાઈ પઢીયાર તથા યોગેશભાઈ ગોવિંદભાઈ તથા રાજાભાઈ મહેન્દ્રકુમાર તથા રવિરાજભાઈ અંબારામભાઇ તથા પો.કોન્સ. જગદીશભાઈ ખેતભાઈ તથા પો.હેડ.કોન્સ. હરપાલસિંહ નરેન્દ્રસિંહ તથા દિવ્યરાજસિંહ હિમતસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
પકડાયેલ આરોપીઓ:
- ઇશ્વરભાઇ ખીમજીભાઇ ઠક્કર ઉ.વ.48 રહે. ભારતનગર ગાંધીધામ
- મહિપતસિંહ સવાઈસિંહ સોઢા ઉ.વ.33 રહે. અયોધ્યાપૂરી રાપર
- ઠાકોરદાસ ચત્રભૂજ બસરિયાણી ઉ.વ.58 રહે. ભારતનગર ગાંધીધામ
- દિનેશભાઈ જયંતિભાઈ ઠક્કર ઉ.વ.40 રહે. ગાંધીધામ
- પ્રકાશ મોહનભાઈ સોલંકી ઉ.વ.42 રહે. રાપર
- હરેશ વનેચંદ સાથરીયા ઉ.વ.44 રહે રાપર
- કિશોરભાઇ પોપટભાઈ સોલંકી ઉ.વ.51 રહે. આદિપુર
- ઘુરિભાઈ ધનુમલ મુલચંદાણી ઉ.વ.54 રહે. ગાંધીધામ
- મયુર ધીરજલાલ ઠક્કર ઉ.વ.36 રહે. ભારતનગર ગાંધીધામ
- દિનેશ જેઠાભાઈ બારોટ ઉ.વ.31 રહે. આદિપુર