પ્રોહોબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ ગાંધીધામ
ગાંધીધામ એલ.સી.બી. સ્ટાફ હોળી-ધુળેટી પર્વ નિમિત્તે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન અંતરજાળ પીપળી પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આદિપુરમાં રહેતો સંજય સુનિલ ઠક્કર નંબર વગરની ગ્રે કલરની બલેનો કારમાં વિદેશી દારૂની બોટલો વેચવા અર્થે કેશરનગર તરફથી ગોપાલનગર સ્મશાન તરફ આવવાનો છે. પોલીસ બાતમીના આધારે કેશરનગર થી સ્મશાન તરફ આવતા રસ્તા પર વોચમાં હતી તે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકત વાળી કાર આવતા કારને હાથનો ઈશારો કરી અટકાવી કાર ચાલક સંજય સુનિલભાઈ ઠક્કરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 32 બોટલ કિ.રૂ.13305 તથા બલેનો કાર કિ.રૂ.800000 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.5000 તથા રોકડા રૂપિયા 3770 મળી કુલ કિ.રૂ.822075નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીને આ દારૂના જથ્થા અંગે વધુ પૂછપરછ કરતાં આ દારૂ વિજયનગર અંજારમાં રહેતા અર્જુન રાજીયા ગઢવી પાસેથી લીધો હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.