આધોઈમાં પૂર્વે દરવાજો મૂકવા બાબતે થયેલ બોલાચાલીના મનદુખમા એક યુવકની હત્યા કરાઈ

crime

copy image

આ અંગે આણદાભાઈ આલાભાઈ વાઘેલાએ સામખીયારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, મુળ જંગીના અને હાલે આધોઈમાં રહેતા કમલેશ પાલાભાઈ શામળિયાએ દિનેશ વાઘેલાને છાતીના ભાગે બોથડ પદાર્થ મારી હતભાગીનું મોત નિપજાવ્યું હતું. 

આ અંગે ફરિયાદીએ જણાવ્યુ હતું કે, આ ઘટના 7-3ના બની હતી. કમલેશ અને દિનેશ વચ્ચે ઝગડો થતાં કમલેશે દિનેશને બોથડ પદાર્થ મારતા તેનું મોત નીપજયું હતું. આ ઝગડાનું કારણ એ હતું કે, ફરિયાદીના કૌટુંબિક કાકાના દીકરા પેથાભાઈ ખેગારભાઈ વાઘેલા સાથે દિનેશભાઈ વાઘેલાને અગાઉ મકાનમાં દરવાજો મૂકવા બાબતે બોલાચાલી થયેલ હતી. જે બોલાચાલીના મનદુખ મા બંને વચ્ચે ઝઘડો થતાં આરોપીએ હતભાગી દિનેશનું મોત નિપજાવ્યું હતું. સામખીયાળી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.