રતનાલમાં રાહદારી મહિલાને બાઈકે અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત

આ અંગે રાજેશભાઈ કાનજીભાઈ માતાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.6-3ના તેમના પત્ની શાંતાબેન ચોકમાં હોળીના દર્શન કરવા ગયેલ હતા. હોળીના દર્શન કરી શાનતા બેન પગે ચાલતા ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન હાઇવે રોડ પર રતનાલ ગામના જ યુવક શામજી વરચંદે પોતાના કબજાની GJ-12-AD-7063 બાઈક પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી ટક્કર મારી હતી. આ ઘટનામાં શાંતાબેનને માથાના ભાગે તથા ડાબા પગમાં ઇજાઓ પહોચી હતી. ઈજાગ્રસ્ત થયેલ શાંતાબેનને સારવાર અર્થે લેવા પટેલ હોસ્પિટલ ભુજ ખસેડાયા હતા. અંજાર પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.