નેગોશીયબલના ગુનામાં છ માસની સજા થયેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું સાહેબે જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના કરેલ જે અંગે એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એન ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા, દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના હર્ષદકુમાર ડૉરીયા તથા અનિરૂધ્ધસિંહ ઝાલા તથા રાજેશભાઈ
મકવાણા તથા ચંન્દ્રસિંહ જાડેજાને હકિકત મળેલ કે, ૯માં એડીશ્યનલ ચીફ જ્યુડી મેજી,શ્રી ની કોર્ટના ફોજદારી કેસ નંબર ૨૪૫/૨૦૨૦ ના કામે નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કામે નામદાર કોર્ટે તકસીરવાર ઠરાવી છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે તે આરોપી દિનેશભાઈ શેષ્વજીભાઈ કાસુન્દ્રા રહે શિવમ સોસાયટી, જામનગર વાળો હાલ સત્યમ કોલોનીના ગેઈટ સામે, રાજ ખોડલ પાન પાસે ઉભો હોવાની હકિકત મળતા જેથી સદર જગ્યાએ જતા ઉપરોકત નામ વાળો આરોપી મળી આવેલ હોય જે છેલ્લા છ માસથી નાસતો ફરતો હોય જેથી મજકુર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી “સી” ડીવી. પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.