ભુજમાં પાર્ક કરેલ કારનો કાચ તોળી રોકડ તથા સામાનની તસ્કરી
ભુજમાં પાર્ક કરેલ કારનો દરવાજો બેન્ડ કરી કારનો કાંચ તોળી ચોરે રોકડ તથા સામાન મળી કિ.રૂ.22,000ની તસ્કરી કરી હોવાની ફરિયાદ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ઈબ્રાહિમ જુસબભાઈ ખત્રિએ જણાવ્યુ હતું કે, તા.9-3ના રાત્રે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં પોતાની માલીકીની GJ-12-DM-7720 અલ્ટો કાર ઘરની બહાર પાર્ક કરેલ હતી. બીજા દિવસે સવારે ગાડી જોતાં ડ્રાઈવર સાઈડનો દરવાજો બેન્ડ કરેલ અને જમણી બાજુનો કારનો કાચ તૂટેલ હાલતમાં જોવા મળ્યો હતો. તેમજ ગાડીમાં રહેલ 10 ઇલેક્ટ્રીક સેમ્પલ એલ.ઇ.ડી. પેનલ, બલ્કેટ અને એમ.સી.બી મળી કી.રૂ.2000 તથા પર્સમાં રહેલ રોકડા રૂપિયા 20,000 કોઈ અજાણ્યા ચોરે ચોરી લીધા હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ ગાડીમાં 15,000નું નુકશાન પહોચાડ્યું હતું. આ ઘટના તા.9-3ના રાત્રિના સાડા નવ વાગ્યાથી તા.10-3ના સવારના 10 વાગ્યાના સુધીના અરસામાં બની હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.