વોંધ પાસે 70 હજાર રોકડ ભરેલા થેલાની ચીલઝડપ કરી ત્રિપુટી છૂમંતર…

content_image_a3a112b1-86f9-4af9-b6e8-b1214217cdad

ભચાઉ તાલુકાના વોંધ પાસે બપોરના સમયમાં બાઈક ચાલક પાસેથી રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી બાઈક સવાર ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.

રેલવેની રોકડ રકમ એકત્ર કરી’ બેન્કમાં જમા કરાવવાનો કોન્ટ્રાકટ ધરાવતી સીસ્કોન કંપનીના કર્મચારી શિવજીભાઈ ખીમજીભાઈ ચાવલાએ ત્રણ અજાણ્યા બાઈક સવાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. તેમને ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભચાઉ તાલુકાના રેલવે સ્ટેશનમાંથી પૈસા ઉઘરાવી સામખિયાળીથી પરત ભચાઉ જઈ રહ્યા હતા તે દરમિયાન બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં મહારાષ્ટ્ર કોલોની પાસે પહોચ્યા ત્યારે પ્લસર હોન્ડા પર આવેલ ત્રણ લોકોએ ફરિયાદીને સાઇડમાથી ક્રોસ કરી કહેવા લાગ્યા હતા કે, એકસીડેન્ત કરકે ક્યૂ ભાગ રહા, ત્યારે ફરિયાદીએ જણાવ્યુ કે મેને કોઈ એકસીડેન્ત નહિ કિયા…તે સમય દરમિયાન ત્રણ શખ્સોમાથી એક શખ્સે હોંડાના આગડના ભાગે લટકી રહેતા 70844 રોકડા રૂપિયા ભરેલ બેગને છીનવી લઈ સામાખીયાળી તરફ જતાં હાઇવે તરફ ભાગી ગયા હતા. ફરિયાદી બાઈકનો નંબર જાણી શકાયો ન હતા પરંતુ યુ.પી.02 એટલા શબ્દો વંચાયા હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.