વરસાણામાં પાર્કિંગ કરેલ ટ્રકો માથી 304 લિટર ડિઝલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

આ અંગે અગ્રવાલ રોડલાઇન્સમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રેમદાન તુલશીદાન ગઢવીએ અંજાર પોલીસ મથકે 3 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ વરસાણા ગામની સીમમા જમીન ભાડા પેટે લીધેલ છે જેમાં ટ્રાન્સપોર્ટની ગાડીઓ પાર્કિંગમાં કરવામાં આવે છે.આ પાર્કિંગમાં સિક્યુરિટી તરીકે સૌરાષ્ટ્ર સિક્યુરિટીના 3 માણસો રાખેલ છે. ગઈ કાલે સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં તેઓ પાર્કિંગ પ્લોટમાં પહોચ્યા ત્યારે બાજુમાં રહેતા એક બહેને ફરિયાદીને જણાવ્યુ હતું કે તમારા પાર્કિંગમાં રાત્રે બે શખ્સોને ચોરી કરી ભાગતા તેમણે જોયેલા છે અને પાર્કિંગમાં સિક્યુરિટી કરતાં લોકો હાથથી તેમને ઇશારા કરી રહ્યા હતા. જેથી ફરિયાદીએ સિક્યુરિટી વાળાઓને આ અંગે પુછપરછ  કરતાં તેઓ ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ પાર્કિંગમાં રાખેલ ટ્રકો જોતાં ટ્રકોના ડિઝલના ઢાંકના તૂટેલ તથા ખુલ્લા જોવા મળ્યા હતા. 11 અલગ અલગ ટ્રકોમાથી 304 લિટર કિ.રૂ.27968 રુપિયાનું ડીઝલ ચોરી થયું હોવાનું જણાઈ આવ્યું હતું. આમ, આરોપીઓ સાથે મળી મિલીભગત કરી આ ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.

આરોપીઓ;

  1. મનીલાલ સાકેત
  2. દીનું સતનામી
  3. રામકરન નામદેવ