મુન્દ્રા પોલીસે 42 બોટલ શરાબ સાથે 2 આરોપીને ઝડપ્યા
મુન્દ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અદાણી વીલ્માર કંપની પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, હીત શંકરભાઈ પરમાર નામનો શખ્સ સફેદ કલરની એક્ટિવામાં વિદેશીદારૂની બોટલો લઈને નીકળનાર છે. પોલીસ બાતમીના આધારે વીલ્માર કંપની પાસે વોચમાં હતી તે દરમિયાન સફેદ કલરની એક્ટિવા આવતા તેને અટકાવી એક્ટિવા ચાલકની પૂછપરછ કરતાં પોતે હીત શંકરભાઈ હોવાનું જણાવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. એક્ટિવાના આગળના ભાગે પડેલ કોથડાની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 24 બોટલો મળી આવી હતી.પોલીસે આરોપી પાસેથી દારૂની 24 બોટલ કિ.રૂ.9600 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.10,000 તેમજ GJ-12-EP-6349 એક્ટિવા કિ.રૂ.25,000 મળી કુલ કિ.રૂ.44,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીને દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો મુન્દ્રા અંબિકાનગરમાં રહેતો રામ પાલું ગઢવી આપી ગયો હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપી રામ પાલું ગઢવીના ઘરે દરોડો પાડી આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીના ઘરની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશીદારૂની 18 બોટલો મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી 18 બોટલ શરાબ કિ.રૂ.7,200, એક મોબાઈલ ફોન કિ.રૂ.5000 મળી કુલ કિ.રૂ.12,200નો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો મુન્દ્રા માલમ ફળિયામાં રહેતો વિનોદ ખીમજી ચાવડા આપી ગયો હોવાનું જણાવ્યુ હતું. જોકે આરોપી દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- હીત શંકરભાઈ પરમાર ઉ.વ.17 રહે. દરિયાલાલ મંદિર પાસે મોદીનગર મુન્દ્રા
- રામ પાલુ ગઢવી ઉ.વ. 26 રહે. અંબિકાનગર મુન્દ્રા
ફરાર આરોપી:
- વિનોદ ખીમજી ચાવડા મુન્દ્રા માલમ ફળિયુ