અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટે લેતા યુવકનું મોત નીપજયું

આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર, રાત્રી દરમિયાન વીલ્માર રિફાઇનરી સામે આવેલ મહાદેવ હોટલ પાછળ કોલોનીના ખુલ્લા પ્લોટમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન રિવર્સ લેતા પાછળના ટાયર નીચે આવી જતાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઈન્દ્ર ચૌહાણનું મોત નીપજયું હતું. આ અકસ્માતમાં હતભાગી યુવકને પેટ કમરના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે વાહન ચાલક નાસી ગયો હતો. મુન્દ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.