ભુજના રઘુવંશીનગર ખાતેના જલારામ મંદિરના 10 માં પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

ભુજના ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશી નગરમાં જલારામ બાપાનો 10 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સવારના ભાગમાં હોમ હવન તેમજ રાત્રિના સમયે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રઘુવંશી નગરના રહેતા તમામ ભક્તજનો એ આનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યને સાકરથી તોલવામાં આવ્યા હતા.