પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ
અંજાર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખંભરા થી નીગાર જવાના રસ્તા પર આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નીગારમાં રહેતો ભરતસિંહ ચંદુભા ચૌહાણ પોતાની ખંભરા થી નિંગાર જવાના રસ્તા પર આવેલ વાડીની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. અંજાર પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત વાડી પર દરોડો પાડી ભરતસિંહ ઉર્ફે રૂપસંગજી ચંદુભાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઓરડીની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશીદારૂની 14 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આરોપીના પાસેથી કી.રૂ.5475નો શરાબ તથા એક મોબાઈલ ફોન કી.રૂ.5,000 મળી કુલ કિ.રૂ. 10,475 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીને દારૂના જથ્થા અંગે પુછપરછ કરતાં આ જથ્થો નિંગારમાં રહેતા જયેન્દ્રસિંહ નારૂભા વાઘેલા તથા જીગર મોહનભાઈ વાળંદ આપી ગયા હોવાની કેફિયત આપી હતી. જોકે દરોડા દરમિયાન ઉપરોક્ત બંને આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનએક્ટ કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.