પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ એ-ડિવિઝન પોલીસ
ભુજ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જોકે આરોપી હાજર મળી આવ્યો ન હતો.
ભુજ એ-ડિવિઝન પોલીસ મીરજાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી હતી કે, ભુજ માંડવી રોડ પર જમણી બાજુમાં આવેલ ગૌશાળાની સામેની બાજુમાં રહેતો જયદીપ વિજયભાઇ ચુડાસમા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રાખેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર રેડ પાડી મકાનની ઝડતી તપાસ હાથ ધરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 એમ.એલ.ની 17 બોટલો તથા 500 એમ.એલ.ના 8 બીયર ટીન મળી આવ્યા હતા. પોલીસે કિ.રૂ.7475નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જોકે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.