મથલમાં જુગાર રમતા 5 જુગારીઓ ઝડપાયા

પશ્ચિમ કચ્છ એલ.સી.બી. ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મથલ ગામના બસ સ્ટેશન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મથલ ગામની ઉત્તર બાજુ આવેલ બાવળોની ઝાડીમાં અમુક શખ્સો ગંજી પાનાં વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી ગોળ કુંડાળું કરી જુગાર રમતા 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 5090 તથા 5 મોબાઈલ ફોન કી.રૂ.15,500 મળી કુલ કિ.રૂ.20,590નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

  1. ઓસમાણ રમજાન પીંજારા ઉ.વ.43 રહે. મથલ
  2. કરશન કરમશી ચમાર ઉ.વ.30 રહે. મથલ
  3. કરશન રામજી ભદ્રુ ઉ.વ.50 રહે. મથલ
  4. ગાંગજી કાનજી બળિયા ઉ.વ.45 રહે. મથલ
  5. હારૂન નાથા ખલીફા ઉ.વ.42 રહે. મથલ