કચ્છ જીલ્લામાંથી તડિપાર કરેલ ઇશમને પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ- ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પુર્વ કચ્છ-ગાંધીધામ નાઓ દ્વારા મિલ્કત સંબધી તથા શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા આવી ગુનાહીત પ્રવૃતી કરતા ઈશમો ઉ૫૨ જરૂ૨ી કાયદાકીય પગલા લેવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજાર તથા પોલીસ ઈન્સપેક્ટર શ્રી એમ.ડી.ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાંથી સબ ડિવિઝનલ મેજી.સા. અંજાર નાઓએ કચ્છ જીલ્લામાંથી છ (૬) માસ માટે તડિપાર કરેલ ઈશમ ફિરોજ ઉર્ફે ગોગા ઉર્ફે ગુગલી હુશેનભાઈ મમણ રહે.લાડકવાસ કિડાણા તા.ગાંધીધામવાળાએ મે.શ્રી સબ ડિવિઝનલ મેજી.સા અંજાર નાઓ દ્વારા કરેલ તડિપારનો હુકમ નંબર- જી.પી.એક્ટ કલમ ૫૬(ખ) તળે કેસ નંબર-૧૦/૨૦૨૨ તા-૩૧/૦૧/૨૦૨૩ અન્વયે કચ્છ જીલ્લામાંથી છ (૬) માસ માટે તડિપાર કરેલ હોઈ અને મજકુર ઈશમએ મે.શ્રી સબ ડિવિઝનલ મેજી.સા અંજાર નાઓ દ્વારા કરેલ હુકમનો શરત ભંગ કરી કચ્છ જીલ્લામાં પ્રવેશ કરેલ હોઈ જેથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા મજકુર ઇશમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી નું નામ – ફિરોજ ઉર્ફે ગોગા ઉર્ફે ગુગલી હુશેનભાઇ મમણ ઉ.વ.૨૬ રહે– લાડકવાસ કિડાણા તા-ગાંધીધામ

આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.ડી.ચૌધરી સાહેબ ની સુચના હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા ક૨વામાં આવેલ છે.