કંડલા પોર્ટ પર ઓવરલોડ ગાડી બાબતે કર્મચારી પર હથિયાર વડે હુમલો કરાયો
ગળપાદરમાં રહેતા ફરિયાદી જગદીશ જીવા ગઢવી કંડલા પોર્ટ ખાતે ફરજ બજાવે છે. ગત તા. 19/3ના રાત્રે તે પોર્ટના 17 નંબરના કાંટા પર નોકરી પર ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન કોલસા ભરેલી ત્રણ ટ્રક ઓવરલોડ હોવાથી આ ફરિયાદીએ કોલસા કઢાવી નાખ્યા હતા, જેથી આરોપી દેવુભા જાડેજાએ’ ફરિયાદીને ફોન કરી અમારી ઓવરલોડ ગાડીઓ કેમ પાસ થવા દેતો નથી તેમ કહી બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ બીજા દિવસે ફરિયાદી ભવાનીનગર ખૂણા પાસે ઊભા રહી આરોપીને ફોન કરી સમાધાન કરવા બાબતે બોલાવ્યો હતો ત્યારે આરોપી ત્યાં આવી ફરિયાદી ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દેતા તેમને માથાં અને હાથમાં ઇજાઓ થઈ હતી. તે સમય દરમિયાન આરોપીનો ભાઇ કિશોરસિંહ જાડેજા આવી જતાં તેણે પણ આ ફરિયાદીને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ઇજા પામેલ ફરિયાદી જગદીશભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.