મેઘપર બોરીચીમાં જુગાર રમતા 9 જુગારીઓ પાંજરે પુરાયા: એક ફરાર
અંજાર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મેઘપર બોરીચીમાં જુગાર રમતા 9 આરોપીઓને ઝડપી પાડી 1,55,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે એક આરોપી નાસી છૂટ્યો હતો.
અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મેઘપર બોરીચી હેમલાઈ ફળિયામાં આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ઈમામ ચોકની સામે જાહેરમાં અમુક શખ્સો ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી કુંડાળો વાળી ધાણીપાસા વડે જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જોકે, એક આરોપી ગલીઓનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 13,500 તથા 7 મોબાઈલ ફોન કિ.રૂ.31,500 તથા 3 મોટરસાઈકલ કિ.રૂ.1,10,000 મળી કુલ.કિ.રૂ.1,55,000નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ;
- જીતેન્દ્રસિંહ જીલુભા રાણા ઉ.વ.52 રહે. મેઘપર બોરીચી
- નસરૂદીનશાહ શેરમામદ સૈયદ ઉ.વ.21 રહે. મેઘપર બોરીચી
- મયુદિન હાકમશા શેખ ઉ.વ.23 રહે. મેઘપર બોરીચી
- જૂસબશા અલીશા શેખ ઉ.વ.42 રહે. મેઘપર બોરીચી
- વિજય નારણભાઈ ગઢવી ઉ.વ.18 રહે. અંજાર
- કાસમશા આલીશા શેખ ઉ.વ.24 રહે. મેઘપર બોરીચી
- વિશાલ રમેશગર ગૌસ્વામી ઉ.વ.28 રહે. મેઘપર બોરીચી
- આમદશા પઠાઈશા શેખ ઉ.વ.53 રહે. મેઘપર બોરીચી
- કરીમ ઓસમાણશા શેખ ઉ.વ.22 રહે. અંજાર
ફરાર આરોપી;
- સોંડાભાઈ વાલાભાઈ ભરવાડ રહે. સેલારી