ચોબારીમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા: 1,38,800નો મુદ્દામાલ જપ્ત

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોબારી ગામના બસ સ્ટેશન પાસે આવતા પો.કોન્સ. ભાવેશજી ડાભી નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જુના ગામ ચોબારીમાં આવેલ રામજી મંદિર આગળ બહાર જાહેરમાં અમુક શખ્સો ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જાહેરમાં કુંડાળું કરી જુગાર રમી રહેલા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 6 આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 23,300 તથા 4 મોબાઈલ ફોન કિ.રૂ. 15,500, 3 મોટર સાઇકલ કિ.રૂ.1,00,000 મળી કુલ કિ.રૂ. 1,38,800નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. ભરત ઉર્ફે ભખો મોહનભાઈ સોલંકી ઉ.વ.40 રહે. ચોબારી
  2. હાજીખાન કમાલખાન પઠાણ ઉ.વ.36 રહે. કંથકોટ
  3. જયરામ રામજી કોલી ઉ.વ.35 રહે. મનફરા
  4. રમેશ શામજી રજપુત ઉ.વ.40 રહે. ઘનશ્યામનગર ચોબારી
  5. રણછોડ વશરામભાઈ વરચંદ ઉ.વ.46 રહે. ઘનશ્યામનગર ચોબારી
  6. અશ્વિન બેચરભાઈ વરચંદ ઉ.વ.27 રહે. મોમાયમોરા ચોબારી