જામનગર તાલુકાના નાધેડીગામ માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૨૫ કિ.રૂ. ૫૦,૦૦૦/- નો મુદામાલ પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ

0c8d9fdb-899f-431b-a294-5de7014fb051

શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ પ્રોહીબીશન તથા જુગારની ડ્રાઇવનુ આયોજન કરેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ,શ્રી જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ, પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા તથા હરદીપભાઇ ધાધલને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર તાલુકાના નાઘેડીગામે ધાર ઉપર વિનાયક સોસાયટીમાં રહેતા વિશાલભાઇ જયંતીભાઇ દેસાણીના રહેણાંક મકાન માંથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૨૫ કિ.રૂ. ૫૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધ પો, હેડ કોન્સ. ભગીરથસિંહ સરવૈયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્સ. શ્રી એસ.પી.ગોહિલએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આરોપી વિશાલ જયંતીભાઇ દેસાણી હાજર મળી આવેલ ન હોય જેને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.