જામનગર શહેરમા નાગેશ્વર કોલોની માથી ઇગ્લીંશ દારૂની બોટલ નંગ-૨૪૯ મળી કુલ કિ.રૂ.૭,૪૯,૬૦૦/-ના મુદામાલ સાથે ઇગ્લીંશ દારૂનો જથ્થો પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ
શ્રી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોક કુમાર સાહેબ એ પ્રોહીબીશન તથા જુગારની ડ્રાઇવ નુ આયોજન કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમશુખ ડેલું સાહેબ નાઓએ જામનગર જીલ્લામાંથી દારૂની બદીને નેસ્તનાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગારધારના કેસો શોધી કાઢવા માટે સુચના કરતા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી પીએન મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય
વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના પોલીમ હેડ કોન્સ વનરાજભાઇ મકવાણા તથા અશોકભાઇ સોલંકી તથા ઘનશ્યામભાઇ ડેરવાળીયાને હકિકત મળેલ કે જામનગર શહેરમાં નાગેશ્વર કોલોની મા જતા વીરાની ધાર્મીક જગ્યા પછી જમણી બાજુની પહેલી બજારમાં અમુક ઇસમો વાહનમાં ઇગ્લીશ દારૂની બોટલો નૂ કટીંગ કરી ભરી હેરફેરી કરી જામનગર શહેર માં વેચાણ કરવા માટે લઇ જાય છે તેવી હકિકત આધારે રેઇડ દરમ્યાન (૧) સફેદ કલરની ઇકો કાર રજી નંબર જી.જે.૩૬ બી ૭૬૬૧ (૨) આસમાની કલરની વોકસ વેગન વેન્ટો કાર રજી ન જી.જે.૦૬ ઈ.ડી.પ૭ર૬ (૩) બ્લેક કલરનુ એકસેસ મો.સા. નંબર વગરનુ છે જેના એન્જીન નંબર એ.એફ.૨૧ ૬૩૧૬૯૫૧ માંથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૪૯ કિ.રૂ.૯૯,૬૦૦ તથા ત્રણ વાહન કિ.રૂ.૬,૫૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૭,૪૯,૬૦૦/-નો મુદામાલ રેઇડ દરમ્યાન પકડી પાડી પોલીસ હેડ કોન્સ રાકેશભાઇ ચૌહાણએ કરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ ધાનાભાઇ મોરીએ મજકુર ત્રણેય વાહન ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે ત્રણેય વાહન ચલકને પકડવાની કાર્યવાહી ચાલુ છે