લાલપુર પો.સ્ટે ના પ્રોહીબીશન ગુનામાં ફરાર નાસતા-ફરતા આરોપીને જામનગર- દરેડ, જી.આઇ.ડી.સી. ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે ડ્રાઇવ આપવામાં આવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.વી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એલ.જે.મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા ડ્રાઇવ અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્યાન પોલીસ સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, તથા મહિપાલભાઇ સાદિયા તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, ને બાતમી મળેલ કે લાલપુર પો..સ્ટે.પ્રોહી ગુનામા પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી રાજુ ભલાભાઇ મોરી રહેવાસી-નોંધણા નેશ, ખાગેશ્રી, તા.કુતીયાણા જી.પોરબંદર વાળો જી.આઇ.ડી.સી. દરેડ, બ્રાસના કારખાનામાં આવેલ રહેણાંક મકાનમાં હાજર છે જેથી તપાસ કરતા આરોપી મળી આવતા આરોપી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર, લાલપુર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.