મીઠીરોહરમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા: 49,800નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મીઠીરોહર ગામમાં આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, હોલાવાલા પીરની દરગાહની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ગંજીપાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સાતેય જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 19,300 તથા 7 મોબાઈલ ફોન કિ.રૂ.30,500 મળી કુલ કિ.રૂ.49,800નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પો.હેડ.કોન્સ. લાખાભાઈ ઘાંઘર, પ્રવિણસિંહ જાડેજા, પો.કોન્સ. પ્રદીપસિંહ ઝાલા, મુકેશ રાઠવા, રવિભાઈ પરમાર, ઈશ્વરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તથા હિરેનકુમાર મહેશ્વરી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

પકડાયેલ આરોપીઓ:

  1. માંડણભાઈ રતાભાઈ આહીર,
  2. નગાભાઈ બાબુભાઈ આહીર,
  3. કરશનભાઈ તેજાભાઈ આહીર,
  4. રામજીભાઈ રધુભાઈ આહીર,
  5. રાજેશ નારણભાઈ આહીર,
  6. હિતેષ બાબુભાઈ આહીર,
  7. રાધુભાઈ બીજલભાઈ આહીર