અંજાર જુગારધામ પર પોલીસના દરોડા: 6ની અટકાયત
નવા અંજારના એકતાનગરમાં’ અંકલેશ્વર મહાદેવ મંદિર સામે આવેલી ઓરડીમાં આરોપી અનિલદાન શંકરદાન ગઢવી બહારથી ખેલીઓ બોલાવી નાળ ઉઘરાવી’ જુગાર રમાડતો હોવાની બાતમીના મળતા અંજાર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરવા બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 49,050 તથા 4 મોબાઈલ ફોન કિ.રૂ. 65,000 મળી કુલ કિ.રૂ.1,14,050નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલ આરોપીઓ;
- અનિલદાન શંકરદાન ગઢવી,
- હાર્દિક હરેશભાઈ પાટડીયા,
- મનસુખ જયતીભાઈ ગઢવી,
- વેલજી બુધાભાઈ આહિર,
- નરેન્દ્રસિંહ’ હરીસિંહ જાડેજા,
- હરેશ મનજીભાઈ પંચાલ