ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના અલગ અલગ ત્રણ બનાવમાં ભોગ બનનારના કુલ રૂ.૧,૦૦,૨૦૦/- પરત મેળવી આપતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પૂર્વ કચ્છ-ગાંધીધામ                

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના’ જુદા-જુદા ત્રણ બનાવમાં રૂા. 1 લાખ પરત અપાવવામાં સફળતા મેળવી હતી. ગાંધીધામના મૌલિક બાબુલાલ તન્નાને અજાણ્યા મોબાઈલ નંબર ઉપર ઈનોવા ગાડીના વીમા અંગે ફોન આવ્યો હતો. વીમાની’ રૂા. 58,800ની રકમ સામે રૂા.3 હજારનું વળતર બાદ કરી રૂા. 55,800 ચુકવવા જણાવાયુ હતું. ભોગ બનનારે યુ.પી.આઈ. આ.ડી.ના માધ્યમથી આ રકમ ચુકવણી કરી હતી. ત્યારબાદ’ વીમાની નકલ’ ‘ન આવતા આ નંબર ઉપર સંપર્ક કરાયો હતો. અલબત આ નંબર બંધ થયો હતો. આ કિસ્સામાં પોલીસે રૂા. 50,200 પરત અપાવ્યા હતા. આ ઉપરાંત ગાંધીધામના વિજય ઘનશ્યામ રાઠોડ પોતાની’ કાર્યાલય હતા. ત્યારે તેની પેય ટુ ઈન્ડીયા કંપનીના ડિસ્ટ્રીબ્યુટર’ સુરજકુમારે ફોન કરીને ખાતામાંથી રૂા.6.50 લાખ ઉપડયા હોવાની વાત કરી હતી. ત્યારબાદ સૂરજકુમારની મદદ અર્થે વિજયભાઈએ સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી હતી.પોલીસે આ બનાવમાં રૂા. 44 હજાર ખાતા પરત અપાવ્યા હતા. અંજાર મંઘરા મોહમદ અકબર ઓ.એલ.એક્ષના માધ્યમથી આઈ.ફોન મેળવવા લાલચમાં રૂા. 6 હજારથી’ હાથ ધોવાનો વારો આવ્યો હતો. જોકે’ પોલીસે’ ગયેલી રકમ પાછી અપાવી હતી. જુદા-જુદા ઓનલાઈન માધ્યમ ઉપર’ આવતી લોભામણી જાહેરાતો અંગે’ પુરતી’ ખરાઈ કરવા અને સચેત રહેવા’ સાયબર ક્રાઈમ પોલીસે’ નાગરિકોને અપીલ કરી હતી.                           

   આ કામગીરી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ.વાળા તથા પો.હેડ.ડોન્સ. ગોપાલભાઈ બીજલભાઈ, દિવ્યરાજસિંહ રઘુભા તથા પો.કોન્સ. અનીલભાઈ રતનજીભાઈ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફ દ્વારા  કરવામા આવેલ છે.