લગ્ઝરીયસ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના વિપુલ જથ્થા સાથે હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.

પોલીસ મહાનિરીક્ષકશ્રી વી.ચંદ્રસેકર સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી અમિત વસાવા સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી, આર.એન.કરમટીયા એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ જયદિપસિંહ વાઘેલા, હે.કોન્સ. તથા અનુપસિંહ સોલંકી, પો.કોન્સ. નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે દેત્રોજ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ડાંગરવા મુખ્ય નર્મદા કેનાલ, કટોસણ રોડ- વિરમગામ રેલ્વે બ્રીજ નજીક રોડ ઉપરથી બાતમી આધારે ટોયેટા ફોરચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ/બીયટીન નંગ-૦૭૬ કિ.રૂ. ૧,૮૯,૩૫૯/- તથા ટોયેટા ફોરચ્યુનર ગાડી તથા મોબાઇલ મળી કુલ રૂપીયા ૧૧,૯૮,૩૫૯/-ના મુદ્દામાલ સાથે આરોપી- ગોપીકૃષ્ણ સ/ઓ રાણારામ ઠાકરારામ જાગુ, રહે-કોજા ગામ, પોસ્ટ-ધોલીયા ભાટા, તા.ધોરીમન્ના, જી.બાડમેર, (રાજસ્થાન) ને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બી.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

આ કામગીરીમાં એલ.સી.બી પોલીસ ઇન્સપેકટરશ્રી, આર.એન. કરમટીયા, પો.સ.ઇ.શ્રી જે.એમ.પટેલ, પો.સ.ઇ.શ્રી એચ.આર.પટેલ, પો.સ.ઇ.શ્રી આર.બી.રાઠોડ, હે.કોન્સ. જયદિપસિંહ વાઘેલા, હે.કોન્સ રાજુજી ઠાકોર, હે.કોન્સ ઇસ્માઇલબેગ મીરઝા, હે.કોન્સ કપીલદેવસિંહ વાઘેલા, પો.કોન્સ. ચમનભાઇ જાદવ તથા પો.કોન્સ. અનુપસિંહ સોલંકી વિગેરે નાઓ જોડાયેલ હતા.