રાપરના આણંદપર ગામમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા

એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામની ટીમ બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન આણંદપર ગામના તળાવની પાળ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, થૂમડાવાળા વાસમાં ટોર્ચના અજવાળે અમુક શખ્સો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જાહેરમાં ટોર્ચના અજવાળે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પડ્યા  હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 19700 તથા 4 મોબાઈલ ફોન કી.રૂ. 14000 મળી કુલ કિ.રૂ. 33700નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ;

  1. અનિલભાઈ મોહનભાઈ મકવાણા ઉ.વ.24 રહે. આણંદપર
  2. નરશીભાઈ નીલાભાઈ મકવાણા ઉ.વ.42 રહે.આણંદપર
  3. અશ્વિન નાથાભાઈ મકવાણા ઉ.વ.27 રહે. આણંદપર
  4. દેવશીભાઈ દયારામભાઈ મકવાણા ઉ.વ.45 રહે. આણંદપર
  5. જયંતિભાઈ ગણપતભાઈ મકવાણા ઉ.વ.42 રહે. આણંદપર
  6. જેસંગભાઈ ભચાભાઈ મકવાણા ઉ.વ.33 રહે. આણંદપર