ગળપાદરમાં છરી વડે એમ્બ્યુલન્સના ટાયર ફાડી નુકસાન કરાયો

ગળપાદરમાં એક શખ્સે છરી વડે એમ્બ્યુલન્સના’ ટાયરને ફાડી નાખીને રૂા. 40 હજારનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે ફરિયાદી ખીમજીભાઈ રવજીભાઈ પટેલે આરોપી સિદ્ધાર્થ ખીચડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ ઘટના ભવાનીનગરમાં ગત તા. 28/3ના રાત્રિના નવ વાગ્યાના’ અરસામાં બની હતી. એમ્બ્યુલન્સ પાર્કિંગના બાબતે ઉશ્કેરાયેલા આરોપીએ છરી વડે આ વાહનના ચારેય ટાયર ફાડી નાખી નુકશાન પહોચાડ્યું હતું. તેમજ ફરિયાદીના ભત્રીજા હિતેષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.