ભુજમાં બંધ મકાનમાથી 65000ના સોનાના દાગીનાની તસ્કરી

આ અંગે મહિપાલસિંહ ભીખુભા વાઢેરે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ ભુજ એફ/3 ફોરેસ્ટ કોલોની, અરિહંતનગરની બાજુમાં રહે છે. તેઓના દાદીમાની તબિયત ખરાબ હોતા તા. 27-3ના રાત્રિના દસેક વાગ્યે તેઓ પોતાના વતન પાડલી મુકામે જવા માટે નીકળ્યા હતા. તા.28-3ના તેમના દાદીમાનું અવસાન થતાં તેઓ પોતાના પરિવાર સાથે વતન રોકાઈ ગયેલ હતા. તા.31-3ના વતન થી પરત ઘરે ફરતા મકાનના દરવાજાના તાળાં જોવા મળ્યા ન હતા. જેથી ફરિયાદીએ અંદર જઈ તપાસ કરતાં બેડરૂમના કબાટના દરવાજા ખુલ્લા હતા અને કબાટમાં આવેલ તિજોરી તૂટેલ હાલતમાં જોવા મળી હતી. તેમજ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. જેથી મકાનમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. તપાસ કરતાં હાથમાં પહેરવાની સોનાની લકી તેમજ સોનાની વીંટી  મળી ન આવતા કિ.રૂ. 65000ના દાગીનાની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ચોરીની આ ઘટના તા-27-3 થી તા.31-3 દરમિયાન થઈ હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.