ગાંધીધામ પોલીસે 2 સ્થળે દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને ઝડપ્યા

ગાંધીધામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 10 ખેલીઓને ઝડપી પાડ્યા હતા.

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાંધીધામ ગણેશનગર મચ્છી માર્કેટ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધીધામ મધ્યે ગણેશનગર છકડા સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 6 જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 17,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલ આરોપીઓ:

  1. રવિ વેલજીભાઈ મહેશ્વરી, ઉ.વ.40 રહે, ગણેશનગર ગાંધીધામ
  2. મયૂરભાઈ પુનમભાઈ મહેશ્વરી,  ઉ.વ.28 રહે. ગણેશનગર ગાંધીધામ
  3. નરેશ કેશવજીભાઈ માતંગ, ઉ.વ. 35 રહે. ગણેશનગર ગાંધીધામ
  4. મનોજ લક્ષ્મણભાઈ નીંઝાર, ઉ.વ.49 રહે. ગણેશનગર ગાંધીધામ
  5. હરજીભાઈ વેલજીભાઈ માતંગ ઉ.વ.73  રહે. ગણેશનગર ગાંધીધામ
  6. અબ્દુલ કરીમ હુશેન સુમરા રહે. બાગેશ્રી કોલોની, કિડાણા

તો બીજો દરોડો જી.આઈ.ડી.સી.માં એ.વી. જોષી વર્ક શોપની પાછળના ભાગે પાડવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે આ સ્થળ પર દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા 4 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 3,870નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલ આરોપીઓ:

  1. રાજેશ ગોવિંદ ચારણિયા, ઉ.વ.39 રહે. ગાંધીધામ
  2. ઈશ્વર સુરા પરમાર, ઉ.વ. 30 રહે. ગાંધીધામ
  3. માયાભાઈ સિંઘાભાઈ ભરવાડ ઉ.વ.35 રહે. ગાંધીધામ
  4. દિનેશ ધેલાભાઈ ભરવાડ ઉ.વ.30 રહે. ગાંધીધામ

પોલીસે દસેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.