ભાડા ગામમાં જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા: એક ફરાર
માંડવી પોલીસ પ્રોહી તથા જુગારના કેશો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાડા ગામે આશાપુરા ચોકડી પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આશાપુરા માતાજીનાં મંદિર પાછળ બાવળોની ઝાડીમાં અમુક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 4 જુગારીઓની અટકાયત કરી હતી જ્યારે એક આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 13,100 તથા 4 મોબાઈલ ફોન કી.રૂ.3500 મળી કુલ કિ.રૂ. 16600નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- વિજય હંસરાજ ચુડાસમા
- જનક ઠાકરસી કષ્ટા
- શૈલેષ કાનજી કષ્ટા
- હિંમત માધવજી મોતીવરસ
ફરાર આરોપી:
- હરેશ હરજી કષ્ટા