ધ્રબમાં અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા યુવકનું મોત
આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી મળતી માહિતી અનુસાર આ અકસ્માત અદાણી પોર્ટ રોડ મીઠાણી કોલોની પુલિયા પાસે ગત સાંજે 7.30 વાગ્યાના અરસામાં સર્જાયો હતો. હતભાગી યુવાન મનોજ દેવશી મહેશ્વરી ઉ.વ.42 નોકરી પુરી કરી પગપાળા ઘરે જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન મીઠાણી કોલોની પાસે અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે વાહન ચલાવી યુવાનને હડફેટે લીધો હતો. આ બનાવમાં યુવાનને માથા સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોચતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.