આમરવાંઢ થી તુતરા ચાર રસ્તા પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: બે ઈજાગ્રસ્ત
આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર આ અકસ્માત તા. 1-4ના રાત્રિના આશરે સાડા દસેક વાગ્યાના અરસામાં સર્જાયો હતો. ઉમરશા ઓસમાણશા પીરજાદા તથા તેમનો દીકરો સીધીકશા ઉર્ફે અશરફશા પીરજાદા આમરવાંઢ થી તુતરા ચાર રસ્તા પાસે પહોચ્યા ત્યારે GJ-12-AR-0970ના કાર ચાલકે અડફેટે લીધા હતા. ઉપરોક્ત કાર ચાલકે ટ્રકને ઓવર ટેક કરવા જતાં સામેથી આવી રહેલ બાઇકને ઠોકરે લીધી હતી. આ ઘટનામાં બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લેવા પટેલ હોસ્પિટલ ખસેડાયા હતા. સીધીકશા ઉર્ફે અશરફશા પીરજાદાને પગમાં ગંભીર ઇજાઓ પહોચતા વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં રીફર કરાયા હતા. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.