ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મુસાફરનો ફોન ચોરાયો…

આ અંગે દીપક વિશનજી મોમાયાએ ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.4-4ના તેઓ પોતાના પત્ની તથા ભાઈ સાથે બ્રાંદ્રા થી ભુજ આવવા માટે  કચ્છ એક્સ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે બીજા દિવસે સવારે તા.5-4ના સવા સાત વાગ્યાના અરસામાં ગાંધીધામ રેલ્વે સ્ટેશન ટ્રેન ઊભી રહેતા ફરિયાદી તથા તેનો ભાઈ ટોયલેટ પાસે બ્રશ કરવા માટે ગયેલ હતા. ફરિયાદી પરત સામાન પાસે આવી ફોન કરવા માટે થેલામાં મુકેલ ફોન લેવા જતાં ફોન થેલામાં મળી આવ્યો ન હતો. ત્યારબાદ આસપાસ તપાસ કરતાં ફોનની કોઈ જાણકારી મળી ન હતી. જેથી સેમસંગ કંપનીનો NOTE10+ ફોન કિ.રૂ.25,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.