સણવાના ટ્રાન્સપોર્ટર પાસેથી ટ્રક ખરીદી 8.80 લાખ રૂપિયા ન ચુકવી છેતરપિંડી આચારનાર 2 વિરુદ્ધ ફરિયાદ…

સણવાના ટ્રાન્સપોર્ટર પાસેથી આરોપીએ ટ્રક ખરીદી 8.80 લાખ રૂપિયા ન ચુકવી છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં જગમાલભાઈ રૂડાભાઈ રબારીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમણે પોતાની માલીકીની GJ-25-U-6361 ટ્રક વહેચવાની હતી. આ દરમિયાન તેમની ટ્રકના સોદા અર્થે દલાલી રમઝાનભાઈ તથા ટ્રક ખરીદનાર ફકીરમામદ સાથે સંપર્ક થયો હતો. તા. 2-1-23ના ઉપરોક્ત બંને શખ્સો અન્ય બે અજાણ્યા શખ્સો સાથે અંજાર મધ્યે ફરિયાદીને મળેલ અને ગાડી 10,80,000માં વેચવાનું નક્કી થયેલ હતું. તે દરમિયાન આરોપી ફકીરમામદ કરીમ સમાએ ફરિયાદીને જણાવેલ કે 2 લાખ રૂપિયા રોકડા આપી બાકીના 8 લાખ 80 હજાર ટ્રક પર લોન કરાવી તા. 15-2-23 સુધીમાં ચુકવી આપીશ. મુદ્દત પૂર્ણ થતાં ફરિયાદીએ આરોપી ફકીરમામદને રૂપિયા બાબતે ફોન કરતાં તેણે ફરિયાદીને હજુ રૂપિયાની વ્યવસ્થા ન થઈ હોવાનું અને સમય થોડો હજુ વધારી આપવા કહેતા ફરિયાદીએ એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. એક અઠવાડીઓ પૂર્ણ થતાં ફરિયાદીએ ફરી આરોપી ફકિરમમાદને ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો. જેથી ફરિયાદીએ દલાલી રમઝુભાઈને ફોન કરતાં તેમણે રૂપિયાની વ્યવસ્થા કરાવું છુ તેવું જણાવ્યુ હતું. ત્યારબાદ ફરી બીજા દિવસે ફરિયાદીએ રમઝુભાઈને ફોન કરતાં તેણે ફોન ન ઉપાડી ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલ હતું. ત્યારબાદ ફરિયાદી ફકીરમામદના ઘરે મળવા ગયેલ ત્યારે આરોપી ઘરે મળી આવ્યો ન હતો જ્યારે તેના પરિવારના સભ્યોએ તમારા બાકીના રૂપિયા આપી દઈશું તેવું જણાવ્યુ હતું. ત્યારબાદ આટલો સમય વીતી જવા છતાં આરોપીએ બાકીની રકમ કે ટ્રક પરત આપી ન હતી. જેથી ફરિયાદીએ બંને શખ્સો વિરુદ્ધ છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.