આદિપુરમાં પરિવાર લગ્નની ખરીદીમાં વ્યસ્ત….પાછળથી ચોરે 5.54 લાખનો હાથફેરો કર્યો
આદિપુરમાં પરિવાર લગ્નની ખરીદી કરવા માટે બહાર ગયેલા અને પાછળથી ચોરે 5.54 લાખના મુદ્દામાલનો હાથ ફેરો માર્યો.
આ અંગે ચંદ્રિકાબેન પ્રકાશપુરી ગોસ્વામીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમના દીકરાના સાળાના લગ્ન હોવાથી તેઓ પરિવાર સાથે તા.1-4ના ખરીદી કરવા અર્થે અમદાવાદ ગયેલ હતા. ત્યારે તા. 3-4ના તેમના શેરીમાં રહેતા અશોક ભાઈ રાવલે તેમને ફોન દ્વારા જણાવ્યુ હતું કે, તમારા ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો છે. જેથી ફરિયાદીએ પોતાના પાડોશમાં રહેતા અને તેમના ઘરે જમવાનું બનાવતા જ્યોતિબેનને આ અંગે વાત કરી ઘરે જોવાનું કહેતા તેમણે ઘરે જઈ તપાસ કરતાં સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો ઉપરાંત ઘરના ઉપરના માળના દરવાજાનો લોક તૂટેલ જોવા મળ્યો હતો. જેથી ફરિયાદી ચંદ્રિકા બેન તથા તેમના પતિ તા. 5-4ના અમદાવાદથી આદિપુર મધ્યે આવેલ અને ઘરે જઈ જોતાં ઘરના આગળના દરવાજાને તાળાં લાગેલા હતા. ઘરની અંદર જઈ તપાસ કરતાં ઘરનો સામાન વેર વિખેર જોવા મળ્યો હતો અને કબાટના દરવાજા ખુલ્લા હતા. તેમજ ઉપરના માળે દરવાજાનું લોક તૂટેલ હાલતમાં જોવા મળ્યું હતું તેમજ સામાન વેર-વિખેર હાલતમાં નજરે પડ્યો હતો. જેથી ઘરમાં તપાસ કરતાં સોના ચાંદીના દાગીના તથા કાંડા ઘડિયાળ તથા 3 મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા 2,50,000 મળી કુલ 5,54,000ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.