ગાંધીધામમાં ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ગાંધીધામ પોલીસને બાતમી મળી હતી કે, લીલાશાનગર ગાંધીધામમાં રહેતો કુણાલ મહેશભાઈ સુખવાણી ચાવલાચોક મધ્યે આવેલ પોતાની માલીકીની ભારત ગારમેન્ટસ નામની દુકાનમાં હાલમાં ચાલી રહેલ રાજેસ્થાન રોયલ તથા પંજાબ કિંગ્સની ટી-20 ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ દ્વારા ઓનલાઈન સટ્ટો રમી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત દુકાન પર દરોડો પાડી આરોપી કુણાલને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 87,200 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.30,000 મળી કુલ કિ.રૂ.1,17,200નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી:

  1. કુણાલ મહેશભાઈ સુખવાણી ઉ.વ.28 રહે. લીલાશાનગર ગાંધીધામ