પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ
ગાંધીધામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂનો 25,950નો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેમાંગ પટેલ હોસ્પિટલથી પાણીના ટાંકા બાજુ આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જૂની સુંદરપુરી ગાંધીધામ ગણેશનગરની બાજુમાં રહેતો નરેશ વાલજીભાઈ મકવાણા પોતાના મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી દારૂનું વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર રેડ પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 68 બોટલો કી.રૂ.25,950નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે દરોડા દરિમયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી નરેશ વાલજીભાઈ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.