ભીમાસરમાં જૈન દેરાસરમાં દાનપેટીમાથી 15,000ની તસ્કરી
ભીમાસરના જૈન દેરાસરમાં રાત્રે ચોરે દેરાસરમાં પ્રવેશી દાનપેટીનો માર્બલ તોળી દાનપેટીમા રહેલ 15,000ની તસ્કરી કરી હોવાની ફરિયાદ આડેસર પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર, સાંજના સાતેક વાગ્યાના અરશામાં પુજારી આરતી કરી તાળુ મારીને ગયા હતા. બીજા દિવસે સવારના સાડા પાંચેક વાગ્યાના અરસામાં પુજારી દેરાસર ખાતે આવતા દેરાસરનો નકુચો તૂટેલ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી પૂજારી તથા દિનેશભાઇ કાંતિલાલ મહેતા તથા સુરેશભાઈ મહેતાએ મંદિરમાં જઈ તપાસ કરતાં દાનપેટીમા લગાવેલ માર્બલ ઉપરના ભાગેથી તૂટેલ જોવા મળ્યો હતો. તેમજ દાનપેટીમા રહેલ 15,000ની ચલણી નોટો જોવા ન મળતા ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.