પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજ
એલ.સી.બીની ટીમ ઘડાણી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રતડીયા ગામના ફાટક પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, રતડીયા ગામમાં રહેતો શંકર તેજા કોલી પોતાના કબજાની ભોગવટાની વાડીમાં પાણીના હોજ ટાંકામાં ઇંગ્લિશ દારૂ રાખી વેપલો કરે છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત બાતમીવાળી વાડીમાં દરોડો પાડી હોજમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની દારૂની 12 બોટલો મળી આવી હતી. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે 4200નો દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી શંકર તેજા કોલી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.