પ્રાઈવેટ બસના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: 2ના મોત
આ અંગે પોલીસના સત્તાવાર સાધનોમાથી મળતી માહિતી અનુસાર આ અકસ્માત તા.5-4ના રાત્રિના પોણા દસેક વાગ્યાના અરસામાં સર્જાયો હતો. ક્રીપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા તેમના મિત્ર તખતસિંહ ચંદુભા જાડેજા GJ-12-CK-4017 બાઈક દ્વારા સડાઉથી મુન્દ્રા આવી રહ્યા હતા. તે દરમિયાન પોણા દસેક વાગ્યાના અરસામાં પાવાપુરી ચાર રસ્તા પાસે પહોચ્યા તે દરમિયાન સામેથી આવી રહેલ GJ-12-BZ-1030 પ્રાઈવેટ બસના ચાલકે પોતાના કબજાની બસ પૂરઝડપે તથા બેદરકારીથી ચલાવી બાઈકને ઠોકરે લીધી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક તથા સવાર બંને ઇજાઓ પહોચતા સારવાર અર્થે ગીતા હોસ્પિટલ મુન્દ્રા મધ્યે ખસેડાયા હતા. ત્યારબાદ ફરજ પરના તબીબે બંનેને વધુ સારવાર માટે ભુજ કે.કે.પટેલ હોસ્પિટલ રીફર કર્યા હતા. જેમાં ક્રીપાલસિંહનું સારવાર પૂર્વે જ મોત નીપજયું હતું જ્યારે તખતસિંહે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.