પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ
આજ રોજ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ. પી.કે.ઝાલા સાહેબ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજના ઓની સુચનાથી એ.એસ.આઈ કિરીટસિંહ ઝાલા તથા રણવીરસિંહ ઝાલા તથા મહેન્દ્રસિંહ જેઠુભા જાડેજા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ભારતનગર તુલશી ટાવર પાસે આવતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જનતા કોલોની ભારતનગરમાં રહેતો શંકર સાવલાણી પોતાના રહેણાંક મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી વેપલો કરે છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડતા મકાનની બહાર એક શખ્સ એક્ટિવા દ્વારા ઉભેલ હોવાનું જણાયું હતું. પોલીસે શખ્સનું નામઠામ પૂછતા પોતાનું નામ રાજેશ ઉર્ફે રાજૂ શંકર સાવલાણી હોવાનું જણાવ્યુ હતું જેથી પોલીસે GJ-12-DE-1362 એક્ટિવાની તલાસી લેતા દારૂની 2 બોટલ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે મકાનની તલાસી લેતા સેટીપલંગમાથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલ નંગ 27 તથા બીયર ટીન નંગ-19 કિ.રૂ.11,910નો શરાબનો જથ્થો તેમજ 2 મોબાઈલ ફોન કિ.રૂ.1000 તથા એક્ટિવા કિ.રૂ.35,000 મળી 47910નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીની દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ જથ્થો આદિપુરમાં રહેતો ધર્મેન્દ્ર વિશનદાસ તેજવાણી આપી ગયો હોવાની કેફિયત આપી હતી. જોકે દરોડા દરમિયાન આરોપી ધર્મેન્દ્ર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી:
- રાજેશ ઉર્ફે રાજુ શંકર સાવલાણી રહે. જનતા કોલોની ભારતનગર ગાંધીધામ